Skip survey header

25-26 વિશેષ શિક્ષણ બાબતે માતાપિતાનું સર્વેક્ષણ

વિશેષ શિક્ષણ બાબતે માતાપિતાના સર્વેક્ષણમાં આપનું સ્વાગત છે

પબ્લિક સ્કૂલ મૉનિટરીંગ (PSM)નું પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ વિભાગનું કાર્યાલય (DESE) તમારા બાળકનાં વિશેષ શિક્ષણ સંદર્ભે ફીડબૅક માંગી રહ્યું છે. તમે જે ઈનપુટ (યોગદાન) પૂરું પાડશો તે PSMને સ્કૂલ ડિસ્ટ્રિક્ટમાં વિશેષ શિક્ષણની પ્રક્રિયાઓ અને પદ્ધતિઓ બાબતે અગત્યની માહિતી એકત્રિત કરવામાં મદદરૂપ બનશે. 
 
આ ટૂંકું સર્વેક્ષણ પૂર્ણ કરવા માટે માત્ર 5-8 મિનિટનો સમયગાળો લેશે. મોજણીનાં પરિણામો વ્યક્તિગત સહભાગીઓને ઓળખ્યા વિના સ્કૂલ ડિસ્ટ્રિક્ટ સાથે સહભાગી બનાવવામાં આવે છે. તમારી ભાગીદારી માટે અમે પૂર્વ આભાર વ્યક્ત કરીએ છીએ. 
3. તમારા બાળકનાં ગ્રેડનું સ્તર શું છે?
4. તમારા બાળકનું લિંગ શું છે?
5. કૃપા કરીને તમારા બાળકની જાતિ/વંશીય ઓળખ દર્શાવો.
6. મારા બાળકનો જિલ્લો મને મારા બાળકના શાળાના અનુભવમાં સામેલ થવા માટે પ્રોત્સાહિત કરે છે. તમે ટિપ્પણીઓ સામેલ કરી શકો છો. *Required
7. મારા બાળકની શાળાનાં કર્મચારીવર્ગ મારા પરિવારની સંસ્કૃતિ અને પૃષ્ઠભૂમિને સમજે છે અને સમર્થન કરે છે. તમે ટિપ્પણીઓ સામેલ કરી શકો છો.
8. જો મારે મારા બાળકનાં વિશેષ શિક્ષણની સેવાઓ અને પ્રગતિ વિશે વાત કરવી હોય, તો મારે કોનો સંપર્ક કરવો જોઈએ એ હું જાણું છું. તમે ટિપ્પણીઓ સામેલ કરી શકો છો.
9. જો લાગુ પડે તો, દસ્તાવેજોનો મારી પસંદગીની ભાષામાં અનુવાદ કરવામાં આવે છે. તમે ટિપ્પણીઓ સામેલ કરી શકો છો.
10.

મેસેચ્યુસેટ્સ રાજ્યમાં, દરેક જાહેર શાળા જિલ્લો અથવા ચાર્ટર શાળાને રાજ્ય કાયદા મુજબ વિશેષ શિક્ષણ માતાપિતાની સલાહકાર પરિષદ (SEPAC) રાખવી ફરજિયાત છે. SEPAC નો હેતુ એ છે કે, વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓના માતા-પિતાને સામાન્ય રસના ક્ષેત્રો અંગે ચર્ચા કરવાની તક મળે અને શાળા સમિતિને આવા વિદ્યાર્થીઓના શિક્ષણ અને સુરક્ષા વિષયક સલાહ આપી શકે.  

 

મને વિશેષ શિક્ષણ માતાપિતાની સલાહકાર પરિષદ (SEPAC)ની એક અથવા વધુ બેઠકો માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે. તમે ટિપ્પણીઓ ઉમેરી શકો છો.

11. મને શાળા સાથે આ વિશે વાત કરવાની તકો મળી છે: (લાગુ પડતું હોય એ તમામને પસંદ કરો)
12. મારા બાળક પાસે IEP (ઇન્ડિવિજુઅલાઈઝ્ડ એજ્યુકેશન પ્રોગ્રામ) (વ્યક્તિગત, બાળક માટે ખાસ બનાવેલો, શિક્ષણ કાર્યક્રમ) પહેલાં, શાળાએ તેને વધારાની મદદ પ્રદાન કરી હતી. તમે ટિપ્પણીઓ સામેલ કરી શકો છો.
શાળાએ આ વધારાની મદદથી મારા બાળકની પ્રગતિ વિશે મને જાણકારી આપી. તમે ટિપ્પણીઓ સામેલ કરી શકો છો.
13. હું મારા બાળકની IEP ટીમના સભ્ય તરીકે સામેલ છું. તમે ટિપ્પણીઓ સામેલ કરી શકો છો. *Required
14. IEP બેઠક દરમિયાન મને મારી ટિપ્પણીઓ આપવા અને પ્રશ્નો પૂછવા પૂરતો સમય મળે છે. તમે ટિપ્પણીઓ સામેલ કરી શકો છો.
15. શાળા તેમના અહેવાલ અને મારા બાળકની જરૂરિયાતોને સરળ અને સ્પષ્ટ રીતે સમજાવે છે. તમે ટિપ્પણીઓ સામેલ કરી શકો છો.
16. શાળા પહેલા વર્ગખંડમાં મારા બાળકને આપી શકાય તેવી વિશેષ શિક્ષણ સેવાઓ પર ચર્ચા કરે છે, ત્યારબાદ વર્ગખંડની બહારની સેવાઓ પર વિચાર કરે છે. તમે ટિપ્પણીઓ સામેલ કરી શકો છો.
17. IEP ટીમ મારી અને મારા બાળક સાથે મળીને હાઈસ્કૂલ (ઉચ્ચ શાળા) પછીના ભવિષ્ય માટે યોજના બનાવે છે (જેમ કે આગળનું શિક્ષણ, તાલીમ, નોકરી, અને સ્વતંત્ર રીતે જીવન જીવવું). તમે ટિપ્પણીઓ સામેલ કરી શકો છો.
18. શાળા IEP ટીમના સભ્ય તરીકે અથવા માતાપિતા તરીકે મારા પ્રશ્નો અને વાતોને મહત્વ આપે છે. તમે ટિપ્પણીઓ ઉમેરી શકો છો. *Required
19. મારી મુખ્ય ભાષા અંગ્રેજી છે.
શાળા IEP બેઠકમાં એવો દુભાષિયો-દુભાષિયણ આપે છે, કે જે મારી મુખ્ય ભાષા સારી રીતે જાણે છે અને વિશેષ શિક્ષણની પ્રક્રિયા, કાર્યક્રમો અને સેવાઓ વિશે માહિતગાર છે. તમે ટિપ્પણીઓ સામેલ કરી શકો છો.
20. નીચે આપેલી સેવાઓ અને/અથવા વ્યવસ્થાઓમાંથી કઈ તમારી બાળકની IEPમાં સામેલ છે? જે લાગુ પડે તે બધું પસંદ કરો. *Required
21. મારું બાળક તેના IEP માં લક્ષ્યો તરફ પ્રગતિ બતાવી રહ્યું છે. તમે ટિપ્પણીઓ સામેલ કરી શકો છો. *Required
22. મારા બાળકનાં IEPમાં બધી સેવાઓ એવી રીતે પૂરી પાડવામાં આવે છે જે તેમની વિશેષ શિક્ષણ જરૂરિયાતોને સહાયતા પ્રદાન કરે છે. *Required
23. મારું બાળક શાળાએ પ્રદાન કરેલા કોઈપણ કાર્યક્રમમાં, જો તે પસંદ કરે તો, ભાગ લઈ શકે છે (ઉદાહરણ તરીકે, રમતગમત, ક્લબ્સ, વૈકલ્પિક વિષયો, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સહ-પાઠ્યક્રમ પ્રવૃત્તિઓ). તમે ટિપ્પણીઓ સામેલ કરી શકો છો. *Required
Gujarati